Jay Hind

ભલ ઘોડા ને વલ બંકડા, તારે હલ બાંધવા હથિયાર;

તારે જાજા ઘોડામાં જીકવું, મરવું એકજ વાર.

કાંઉ જાજા કાગોલીયા, કાંઉ
જાજા કપૂત,
હકડી સી મૈયણ ભલી, ને હકડો ભલો
સપૂત.

નેક, ટેક ને ધરમ ની, આંયા તો પાણે
પાણે વાત,
સંત ને શૂરા નિપજાવતી અમારી
ધરતી ની અમીરાત.

#जय_हिंद

Advertisements

શંભુ શરણે પડી my new vlog

શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી,

કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો.

તમે ભક્તોના દુ:ખ હરનારા,

શુભ સૌનું સદા કરનારા;

હુ તોમંદ મતિ, તારી અકળ ગતિ,

કષ્ટો કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..

આપો ભક્તિમાં ભાવ અનેરો,

શિવ ભક્તિમાં ધર્મ ઘણેરો;

પ્ર્ભુ તમે પૂજો દેવી પાર્વતી પૂજો,

કષ્ટો કાપો દયા કરી દર્શન શિવ આપો.શંભુ..

અંગે ભસ્મ સ્મશાનની ચોળી,

સંગે રાખો સદા ભૂત ટોળી;

ભાલે તિલક કર્યું, કંઠે વિષને ધર્યું,

અમૃત આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે,

મારુ ચિતડુ ત્યાં જાવા ચહે છે,

સારા જગમાં છે તુ, વસુ તારામાં હુ,

શક્તિ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..

હુ તો એકલ પંથી પ્રવાસી,

છતાં આત્મા કેમ ઉદાસી;

થાક્યો મથી રે મથી, કારણ મળતુ નથી,

સમજણ આપો, દયા કરી દર્શન શિવ આપો. આપો..

આપો દ્રષ્ટીમાં તેજ અનોખું,

સારી સૃષ્ટીમાં શિવરૂપ દેખું;

મારા મનમાં વસો, આવી હૈયે હસો,

શાંતિ સ્થાપો,દયા કરી દર્શન શિવ આપો. શંભુ..

ભોળા ઓ શંકર ભવ દુ:ખ કાપો,

નિત્ય સેવાનું શુભ ધન મને આપો,

ટાળો માન-મદ, ગાળો સર્વ સદા,

ભક્તિ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..

અંગે શોભે છે રુદ્રની માળા,

કંઠે લટકે છે ભોરિંગ કાળા,

તમે ઉમિયા પતિ, અમને આપો મતિ;

કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
YOUTUBE LINK CLICK HERE 👇👇👇👇👇👇👇👇👇👇👇👇

શંભુ શરણે પડી

MUST LIKE & SHARE & SUSCRIBE MY YOUTUBE CHANNAL .

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ

સદાકાળ ગુજરાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ
ગુજરાત!

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,
ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ,
જ્યાં ગુર્જરના વાસ;

સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ
પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ
ગુજરાત!

ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર
શાણી રીત;

જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.

જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ
ગુજરાત!

કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.

ગુર્જર ભરતી ઊછળે છાતી ત્યાં રહે
ગરજી ગુર્જર માત;

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ
ગુજરાત!

અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;

સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.

જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય
અદલ ગુજરાત!

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ
ગુજરાત

છેતરે

પોથીઓ ખોલીને પાઠક છેતરે,
ધન વગરના જેમ ગ્રાહક છેતરે !

સત અસત બન્ને અતિશય ભેળવી,
વાસ્તવિકતાઓને નાટક છેતરે !

ચામડું છે ચામડું વાગે નહીં,
પણ અહીં વાગીને ઢોલક છેતરે !

છેતરે ટીકા કરી કોઈ અને
ત્યાં જ આવીને પ્રસંશક છેતરે !

એક પળની જેમ સામે આવતી,
આવતી એમ જ જતી તક છેતરે

#ભરત_વિંઝુડા

આ વસંત ગમે

લુમ્બઝુમ્બ વાસન્તી વહાલ ગમે
સુગન્ધની સલૂણી ટપાલ ગમે

આજકાલ ગુલાલ ગુલાલ ગમે
સવિશેષ તમારો ખયાલ ગમે

ફૂલનો વિપુલ બહુ ફાલ ગમે
વગડે છંટાતો રંગ લાલ ગમે

કેસૂડાએ ક સુંબલ ક્રાન્તિ કરી
ખાખરાનો મિજાજ જહાલ ગમે

પતંગિયાં,ટહુકાઓ, વનરાજિ
વસંતનો પૂરો મુદ્દામાલ ગમે

#ભગવતીકુમાર શર્મા

અશાઢી એકાદશી

भिडे आसमंती ध्वजा वैष्णवांची
उभी पंढरी आज नादावली

तुझे नाव ओठी, तुझे रूप ध्यानी
जिवाला तुझी आस गा लागली

जरी बाप साऱ्या जगाचा परि तू
आम्हा लेकरांची विठू माऊली.

सर्वांना आषाढी एकादशी च्या हार्दिक शुभेच्छा…🚩🚩🚩

અષાઢી એકાદશી ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ….