ઘડતાં-ઘડતાં     ઘડનારાં    પરગામ ગયાં છે,
નીંભાડે     ખડકીને      પાછાં    ઠામ ગયાં છે.

મનમાં   મીંડાં    કરી-કરીને   ઘૂંટ્યા    કરીએ,
સોંપીને   બહુ   સહેલું  એ   ઘરકામ ગયાં છે.

બે  આંખોની  પીધી કસુંબલ અમલપિયાલી,
એ  જ   દિવસથી જીવનમાંથી જામ ગયા છે.

મૈત્રી  તો  આ  મૌન  નિભાવી  જાણે છે બસ,
શબ્દો    તો  છોડી   અમને  સરિયામ ગયા છે.

કોઇ   ગમે  તે   કહે   નામનો  મહિમા  તો  છે,
નામી પણ જ્યાં નથી ગયા ત્યાં નામ ગયાં છે.

બુંદ-બુંદથી   જેણે  અમને   ભર્યા   છલોછલ,
‘આતુર’     એ     ઠલવીને    ઠામેઠામ ગયાં છે.

                                      

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s