તળાવ

એકાદ પથ્થર ફેંકતાં ઝબકી ડર્યું તળાવ;

મારી જ હારોહાર થોડું વિસ્તર્યું તળાવ.

પ્હેલાંની જેવાં ક્યાંય પણ સંવેદનો નથી,

ભરવું હવે શી રીત આ ખાલી કર્યું તળાવ?

એણે કહ્યું : ‘મારા વગર ફાવી ગયું કે કેમ?’,

ઉત્તરમાં મારી આંખમાં પડખું ફર્યું તળાવ.

એકાદ મુઠ્ઠી ધૂળની નાખી છે મેં ય પણ,

નહિતર હજી અકબંધ છે તટ પર ભર્યું તળાવ.

ભીનો રહું છું આમ ને કોરોકટાક આમ,

હોવાપણામાં હોય છે હમણાં નર્યું તળાવ.

અશેક ચાવડા (બેદીલ)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s