હું નથી તું નથી

હું નથી તું નથી – આ નથીનો પહાડ;

રાહ લાંબી અને ઘર સુધીનો પહાડ.

વાટ કોની જુએ જર્જરિત ખોરડું,

કેમ તૂટે ન તારા પછીનો પહાડ!

આવ તારી મદદ જોઈએ છે મને,

ઊંચકાતો નથી જિંદગીનો પહાડ.

મારી સાથે જ પીડાઓ મોટી થઈ,

રોજ મોટો થયો કાંકરીનો પહાડ.

ઘર તું છોડીને જા યાદ રાખીને આ,

ક્યાં થયો છે ફરીથી નદીનો પહાડ?

Advertisements

2 thoughts on “હું નથી તું નથી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s