સાવ જૂઠ્ઠા છો તમે તો.

સાવ જૂઠા છો તમે તો !

————————————
છોડો હવે આ ખોટા બહાના ,

જવાદો એ બધી વાતો કાના ,

સાવ જૂઠા છો તમે તો !

એક પણ વાત તમારી નથી સાચી , 

છેતરાઇ જાઉં એવી હું નથી કાચી , 

સાવ જૂઠા છો તમે તો !

કહો છો , ‘તને ક્યાં નથી ખોળી ‘,

નથી રહી હવે હું ગમાર કે ભોળી , 

સાવ જૂઠા છો તમે તો ! 

‘ માખણચોર હું નથી ‘ , કહેનારા ,

તમે છો સૌના દિલ ચોરનારા ,

સાવ જૂઠા છો તમે તો ! 

રાખો છો અમ ઇચ્છા અધૂરી ,

વગાડો છો જ્યારે વાંસળી મધુરી ,

સાવ જૂઠા છો તમે તો !

માનશે કોણ બધી આ વાત તમારી , 

આ એક જ તો છે રાધા તમારી ,

સાવ જૂઠા છો તમે તો ! 

થાય છે ‘જશ’ કરી દઉ કિટ્ટા તમારી , 

પણ આવે છે ‘ શ્યામ ‘ દયા તમારી , 

સાવ જૂઠા છો તમે તો 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s