તારા સુતેલા બધા અરમાનોને જગાવ તું 

થોડાંક શમણાઓને આંખોમાં સજાવ તું ,તારા સુતેલા બધા અરમાનોને જગાવ તું .

કેમ બોલે તું ઢીલું ,

મુખ છે કેમ વીલું ,

લમણે હાથ દઈ બેસી રહેવાથી કશું નહિ મળે ,

પથ્થરોને ફોડવાની હિંમત કરીને બતાવ તું .

તારા સુતેલા બધા અરમાનોને જગાવ તું .

બેસી રહે તે ચાલશે નહિ ,

કર્યા વિના કશું મળશે નહિ ,

ઊઠ , થઇ જા તૈયાર , છોડી દે ચિંતા ,

નિરાશાના ઊમટેલાં વાદળોને હટાવ તું .

તારા સુતેલા બધા અરમાનોને જગાવ તું .

આપત્તિનું નામ છે જીવન ,

વેદોનું છે એ જ વચન ,

તકલીફ સદા રહેવાની છે જીવનમાં દોસ્ત ,

હવે કિસ્મત સાથેના હિસાબને પતાવ તું .

તારા સુતેલાં બધા અરમાનોને જગાવ તું .

ઇરાદા મજબુત બનાવ તું ,

ઇચ્છાઓને પંખ લગાડ તું ,

જોજે પછી કેવો ઊડે છે આસમાનમાં ઊંચે ,

કોઇ અલગ નવો રંગ હૈયાને ‘જશ’ લગાવ તું .

તારા સુતેલા બધા અરમાનોને જગાવ તું .

થોડાંક શમણાઓને આંખોમાં સજાવ તું ,

તારા સુતેલા બધા અરમાનોને જગાવ તું .

Advertisements

One thought on “તારા સુતેલા બધા અરમાનોને જગાવ તું 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s